મહારાષ્ટ્રના રાયગઢમાં કોતરમાં પડી જવાથી ઉદ્યોગપતિ શ્રીનિવાસ બેંડખલેનું મૃત્યુ થયું. બે દિવસ પછી ૧,૨૦૦ ફૂટ ઊંડી કોતરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો. હાલમાં, મૃતદેહને વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઘટના પુણે અને રાયગઢ જિલ્લાઓને જાડતા તમ્હિણી ઘાટ વિસ્તારમાં બની હતી. ઉદ્યોગપતિ શ્રીનિવાસ બેંડખલે છેલ્લા બે દિવસથી ગુમ હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં તમ્હિણી ઘાટમાં તેમની કારનું સ્થાન મળ્યું હતું અને શોધખોળ અભિયાન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું હતું.
એવું જાણવા મળ્યું છે કે પુણે સરહદની અંદર તમ્હિણી ઘાટ વિસ્તારમાં ૧,૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. બચાવ ટીમોએ મોડી રાત સુધી શોધખોળ કામગીરી હાથ ધરી હતી, અને અંતે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. શ્રીનિવાસ બેંડખલે માનગાંવ તાલુકાના ગોરેગાંવના રહેવાસી હતા અને રાયગઢમાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા.
અગાઉ, ગયા શનિવારે રત્નાગિરી જિલ્લામાં મહારાષ્ટÙ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસે ટક્કર મારતાં એક ટુ-વ્હીલર સવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. શનિવારે સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૦૦ વાગ્યાની વચ્ચે રત્નાગિરી જિલ્લામાં દાપોલી-મંડણગઢ રોડ પર આ અકસ્માત થયો હતો. મહારષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ મંડણગઢથી દાપોલી જઈ રહી હતી, જ્યારે ટુ-વ્હીલર સવાર દાપોલીથી મંડણગઢ જઈ રહ્યો હતો. ટુ-વ્હીલર સવાર બસના પાછળના પૈડા સાથે અથડાઈ ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
અકસ્માત બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા પછી ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ સુરેન્દ્ર ગોરીવાલે તરીકે થઈ છે, જે દાપોલી તાલુકાના કાલકાઈ કોંડનો રહેવાસી છે. અગાઉ, સોલાપુરમાં કૂવો ખોદતી વખતે પથ્થરનો કાટમાળ તેમના પર પડતાં ચાર મજૂરોના મોત થયા હતા.