લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ધરપકડથી બચવા સતત નાસતો ફરતો હતો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી જિલ્લામાં ચોરીના ગુનાઓ ઉકેલવા પોલીસ ટીમો સક્રિય હતી. દરમિયાન બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે LCBની ટીમે આરોપીને શોધી કાઢ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ મુકામ ઉર્ફે મુકેશ ડુંગરસિંગ ડાવર (ઉંમર ૨૫) તરીકે થઈ છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બયડા ગામના હોલી ફળિયામાં રહે છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાઠી પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCBના PI સી.પી. વાઘેલા, PSI એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.






































