સાવરકુંડલામાં આયુષ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારી, અમરેલીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું ખડકાળા તથા ડા. હેડગેવાર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે હાથસણી રોડ સ્થિત ઉતાવળા હનુમાન મંદિર ખાતે ૩૮મો સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં વિવિધ રોગોના દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર અને ઔષધિઓ આપવામાં આવી હતી. દિનચર્યા અને ઋતુચર્યા અંગે માર્ગદર્શન સાથે આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. વૈદ્ય કૌશલ ગોંડલીયા સહિત વિનાયકભાઈ પરમાર, પંકજભાઈ વ્યાસ અને અન્ય કાર્યકરોએ સેવા આપી હતી.
































