હાલ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવા છતાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે દિવસે ગરમીમાં વધારો થશે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થશે. દિવસ અને રાતના તાપમાનમાં સ્પષ્ટ તફાવત જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે મહત્તમ તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. બપોરના સમયે ગરમી અનુભવાશે, પરંતુ ૨૫થી ૨૬ નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતાં રાજ્યમાં ઠંડીનું આગમન મોડું થઈ રહ્યું છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોની અસર પણ અપેક્ષા મુજબ જાવા મળી રહી નથી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, યુરોપિયન દેશોના હવામાન અને જેટ સ્ટ્રીમની ગતિવિધિઓની અસર ભારતીય શિયાળા પર પડી શકે છે. શિયાળાની તીવ્રતા નક્કી કરવામાં પશ્ચિમી વિક્ષોભની સક્રિયતા મહત્વની રહેશે.
ડિસેમ્બરની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે. ૯થી ૧૦ ડિસેમ્બરની આસપાસ
પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા છે, જ્યારે ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં પણ હવામાનની હલચલ જાવા મળી શકે છે અને લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે.
આગાહી મુજબ, ૧૭થી ૧૯ ડિસેમ્બર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. ત્યારબાદ ૨૨ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને હિમાચ્છાદિત સ્થિતિ સર્જાવાની શકયતા છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ જાવા મળી શકે છે. ૨૯ ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવશે અને ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સીયસની આસપાસ પહોંચી શકે છે અને આ વખતે શિયાળાની સૌથી વધુ ઠંડી ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અનુભવાય તેવું અનુમાન છે.
ઘઉં અને જીરું સહિતના રવિ પાક માટે હવામાન ધીમે ધીમે અનુકૂળ બની શકે છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને જીરાના પાકમાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાની શક્્યતા વધી શકે છે, તેથી પાકનું નિયમિત નિરીક્ષણ કરવું હિતાવહ છે. બીજી તરફ, વધુ પડતી ગરમીની શક્્યતા ઓછી હોવાથી જીરાના પાકમાં જિનેટિક રિવર્ઝનનું જાખમ ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
તાપમાનમાં વધારો થતાં બાગાયતી પાકો અને શાકભાજીમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. ફુલાવર સહિતના શાકભાજીના પાક પર પણ તાપમાનની વધઘટની અસર જાજોવા મળી શકે છે. આગામી હવામાન માટે ‘અલ નીનો’ ની સ્થિતિ મહત્વનું પરિબળ બની શકે છે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિના રવિ પાકોની વૃદ્ધિ અને ઉત્પાદનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. આથી ખેડૂતોને પોતપોતાના પાક પ્રમાણે કૃષિ નિષ્ણાતોની સલાહ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.