ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ અને શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા ૧૩મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમા ૮ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં જિલ્લાના સમાજના રાજસ્વી,મહાનુભાવો હાજર રહી નવદંપતીઓને આર્શીવાદ પાઠવ્યા હતા. લગ્ન સમારોહમાં શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. આ લગ્નોત્સવમાં શિવરાજભાઈ પટેલ, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, બાબુભાઈ રાખોલીયા, બાવકુંભાઈ ઉંઘાડ, રસીકભાઈ કિકાણી, દેવચંદભાઈ વસોયા, વિપુલભાઈ પાટીદાર, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ ભાદાણી, કાળુભાઈ સુહાગીગા, સરલાબેન ગજેરા સહિતના હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શાÂબ્દક સ્વાગત દામજીભાઈ ડાયાણીએ કર્યુ હતુ. આભારવિધી એમ.પી.રામાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ કાવાણીએ કર્યુ હતુ. સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા માટે વિનુભાઈ ભાતીયા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.