બાબરા તાલુકામાં ગઈકાલે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ચરખા ગામના ૨૭ વર્ષીય ખેડૂત અને પશુપાલક વિશાલભાઇ રાજુભાઇ આલગોતર પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક (નં. ય્ત્ન-૧૪-છઝ્ર-૫૯૦૦) લઈને ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા.મહાસાગર હોટલની સામે રાજકોટ-ભાવનગર ફોર-લેન હાઇવે ક્રોસ કરતી વખતે ચરખા તરફથી બાબરા જઈ રહેલા આરોપી વિપુલભાઈ નાનજીભાઈ બારૈયા (રહે. ઉંટવડ, તા. બાબરા)એ પોતાનું રોયલ એનફિલ્ડ બુલેટ (પત્નીને પાછળ બેસાડીને) પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એમ. ગમારાએ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.