કોડીનારસ્થિત સોમનાથ એકેડમીના સાત વિદ્યાર્થીઓએ ગુજરાત જુડો એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન તા. ૧૪ અને ૧૫ નવેમ્બરે અમદાવાદ ખાતે વિજય ભારત સ્પોટ્ર્સ એકેડમીમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સોમનાથ એકેડમીના સાત ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેમાં ૧. બામણીયા જય – ૨૫ કિગ્રા વજન વર્ગ બ્રોન્ઝ, ૨. મકવાણા કેવલ–૪૦ કિગ્રા વજન વર્ગ બ્રોન્ઝ, ૩. સોલંકી હર્ષિતા–૫૨ કિગ્રા વજન વર્ગ બ્રોન્ઝ, ૪. મજગુલ અલજીના–૫૭ કિગ્રા વજન વર્ગ બ્રોન્ઝ, ૫. મોકરીયા હેતલ +૫૭ કિગ્રા વજન વર્ગ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ તમામ ખેલાડીઓની સફળતા બદલ એકેડમીના ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી, કેમ્પસ મેનેજર સંજયભાઈ સોલંકી, ડી.એેલ.એસ.એસ મેનેજર રણજિતભાઈ દાહીમા, કોચ હિતેશભાઈ બારડ, ટ્રેનર તન્વી બારડ તથા સમસ્ત સ્ટાફ અને સમગ્ર શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.







































