અમરેલી જિલ્લાના જસવંતગઢ ખાતે તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યુવા નેતા મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ અને એકતા મહિલા શરાફી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ૭૩મા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા, મનીષભાઈ સંઘાણી, વિલાસબેન દેસાઈ, કોમલબેન તેરૈયા, પ્રફુલભાઈ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સહકારી સંઘના દિશાનિર્દેશ અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ એકતા મહિલા શરાફી સહકારી મંડળીને જિલ્લાકક્ષાએ તૃતીય ક્રમ આપી શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોએ મંડળીને શુભેચ્છા પાઠવી હતી. અંતે રંજનબેન ડાભીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી એમ.એચ. ડાભીએ જહેમત ઉઠાવી હતી.









































