ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ ગાયક સોનુ નિગમે તેમના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં વધુ એક મિલકત ઉમેરી છે. આ વખતે, સોનુએ મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટમાં ૩૧.૪૭ કરોડ રૂપિયામાં એક કોમર્શિયલ મિલકત ખરીદી છે, જેમાં પા‹કગની જગ્યા પણ શામેલ છે. ગાયકે દિવાળી પહેલા મુંબઈના અંધેરી વેસ્ટમાં ૪૪.૩ કરોડમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેણે તાજેતરમાં મુંબઈમાં ૧.૨ મિલિયન પ્રતિ માસના ભાવે ત્રણ ઓફિસ ભાડે પણ આપી હતી.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સ્ક્વેર યાર્ડ્‌સ અનુસાર, મિલકત નોંધણી દસ્તાવેજા દર્શાવે છે કે સોનુએ નવેમ્બર ૨૦૨૬ માં આ કોમર્શિયલ મિલકત રજીસ્ટર કરાવી હતી, અને આ સોદો ૩૧.૪૭ કરોડમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.ડીએલએચ બેસ્ટસેલરમાં સ્થિત, આ કોમર્શિયલ યુનિટમાં ૧,૦૯૦ ચોરસ ફૂટના આરઇઆરએ કાર્પેટ એરિયા સાથેનો ગ્રાઉન્ડ ફ્લોર છે. આ યુનિટમાં ૧,૧૪૦ ચોરસ ફૂટના આરઇઆરએ કાર્પેટ એરિયા સાથેનો પહેલો માળ પણ છે. ગાયકે મિલકત માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ૧.૮૮ કરોડ ચૂકવ્યા હતા, જેમાં ૩૦,૦૦૦ ની નોંધણી ફીનો સમાવેશ થાય છે.
રિયલ એસ્ટેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ કંપની લિયાસેસ ફોરાસ અનુસાર, સોનુએ આ વર્ષે ૮ નવેમ્બરના રોજ ઉજવાતી દિવાળી પહેલા અંધેરી વેસ્ટમાં એક વૈભવી ઘર ખરીદ્યું હતું. આ ૩,૦૫૫ ચોરસ ફૂટના ઘરનો સોદો રૂ. ૪૪.૩ કરોડમાં થયો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ એપાર્ટમેન્ટ વર્તમાન નામની રહેણાંક સોસાયટીના ૧૨મા માળે આવેલું છે.અહેવાલ મુજબ, સોનુ નિગમે આ વર્ષે ઘણી મિલકતો ખરીદી છે. તેમણે આ વર્ષે તેમની ઘણી મિલકતો ભાડે પણ આપી હતી. ઓગસ્ટ ૨૦૨૬ માં, તેમણે અંધેરી વેસ્ટમાં લોખંડવાલા રોડ પર સુંદરવન કોમ્પ્લેક્સમાં ૨૫૮.૩૩ ચોરસ ફૂટની ઓફિસ ખરીદી હતી. આ મિલકત રૂ. ૧ કરોડમાં ખરીદવામાં આવી હતી. આ વર્ષના મે મહિનામાં, સોનુએ કર્જતના સેવેલ ગામમાં પાંચ પ્લોટ વેચ્યા. આશરે ૧.૦૬૭ હેક્ટરમાં ફેલાયેલા આ ૫ પ્લોટ રૂ. ૯૫ લાખમાં વેચાયા હતા.