દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાવરકુંડલાના નિવૃત્ત બીએસએફ હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જાની અને સેવાભાવી યુવાન તથા પત્રકાર અમિતગીરી ગોસ્વામીએ અટારી-વાઘા બોર્ડરની મુલાકાત લીધી હતી. બંનેએ બીએસએફના જવાનોને સેલ્યુટ કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. આ દરમિયાન બોર્ડર પર યોજાતી બીટિંગ રિટ્રીટ પરેડ નિહાળી હતી. તેમજ સેકન્ડ-ઇન-કમાન્ડ ગુરદીપસિંઘ અને પરેડ કમાન્ડર સાથે મુલાકાત કરી હતી. અતુલભાઈ જાનીએ બીએસએફમાં ૨૨ વર્ષ સેવા આપી હતી.









































