અમરેલી સિટી પોલીસે જીવલેણ હુમલાના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગત તા. ૧૫ જૂન ૨૦૨૬ના રોજ ફરિયાદી પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી માથામાં તથા જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધાયો હતો. પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના ૩૩ વર્ષીય અનિરુધ્ધસિંહ ભગવતસિંહ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































