ચલાલા કાઠી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી, અમરેલી જિલ્લા યુવા ભાજપના આઈટી ઇન્ચાર્જ તથા જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના સંગઠન મંત્રી અને જાણીતા વકીલ સિધ્ધાર્થભાઈ બી. ભગતે પોતાનો જન્મદિવસ સેવાકાર્યો સાથે ઉજવી સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.જન્મદિવસ નિમિત્તે ધારી તાલુકાના ગઢિયા ગીર ખાતે આવેલા દાનેવધામ આશ્રમમાં રૂ. ૧૧ હજારનું અનુદાન અર્પણ કર્યું હતું. ઉપરાંત ચલાલા ખાતે દાન મહારાજની જગ્યામાં વલકુબાપુના આશીર્વાદ સાથે ઠાકર થાળનું આયોજન કર્યું હતું. તેમજ વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો.સિધ્ધાર્થભાઈની આ સેવાભાવી ઉજવણીને શહેરીજનો અને મિત્રવર્તુળે બિરદાવી હતી. જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત ભાજપના આગેવાનો અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.