અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડિયા પોલીસે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન સામે કાર્યવાહી કરી હતી. વડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી. ગોહિલની આગેવાની હેઠળ પોલીસ ટીમે તોરી ગામે દરોડો પાડ્‌યો હતો. તપાસ દરમિયાન ગામના પ્રવિણ કાનજી સોલંકીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આશરે ૮૦ લીટર આથો અને ૮ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ભઠ્ઠીના સાધનો પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પ્રવિણ સોલંકી વિરુધ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડિયા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.