દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ ચલાલાની રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય,
સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને રક્ષા શક્તિ સ્કૂલ જીરા સહિતની સંસ્થાઓમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ગાયત્રી સંસ્કાર ધામના સંત ડા. રતિદાદા અને રઘુવીર ગીરીબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સત્રની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતાએ સંતોનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા.