બગોયાથી કૃષ્ણગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ખાંભાનો યુવક ઘાયલ થયો હતો. આ અંગે ખાંભાના ભગવતીપરામાં રહેતા રફીકભાઈ મહમદભાઈ દલ (ઉં.વ.૪૭)એ ભારવાહક વાહન (કેરી) નંબર જીજે-૩૬-વી-૧૮૬૨ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, આરોપીએ પોતાના હવાલાવાળું વાહન (કેરી ગાડી) પૂરઝડપે અને બેફિકરાઈથી, માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના દીકરાની મોટરસાઇકલ સાથે અથડાવ્યું હતું. આ અકસ્માતમાં તેમના દીકરા સમીરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, તેને મોઢાના ભાગે દાઢી, ગાલ તથા કપાળમાં, ડાબી બાજુની છાતીમાં અને ખભા પાસે હાંસડીના ભાગે ફ્રેક્ચર થયું હતું તેમજ શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી.