બગસરામાં મજૂરીના પૈસાના મનદુઃખમાં જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુ મારીને ગાળો પણ આપવામાં આવી હતી. ઉમેશભાઈ મનહરભાઈ થડેસા (મકવાણા) (ઉં.વ.૨૩) એ જૂનાગઢના ડુંગરપુરના રહેવાસી ભાવિન કાંતિભાઈ નાગપરા, કરણ ડાભી, મિલન તથા ગોપાલ ઉર્ફે રવિ સામે ફરિયાદ નોંધાવી હતી.ઉમેશભાઈને સાગરભાઈ અરવિંદભાઈ જીંજુવાડિયા સાથે મજૂરીના પૈસા લેવા બાબતે માથાકૂટ થઈ હતી. તેનું મનદુઃખ રાખી સાગરભાઈના ભાણેજ ભાવિન કાંતિભાઈ નાગપરા તથા તેની સાથે કરણ ડાભી, મિલન અને ગોપાલ ઉર્ફે રવિએ તેમના ઘર પાસે આવી માથામાં કપાળના ભાગે બેઝબોલના ધોકાનો એક ઘા મારી ત્રણ ટાંકાની ઈજા પહોંચાડી હતી. ઉપરાંત, કરણ ડાભી, મિલન તથા ગોપાલ ઉર્ફે રવિએ ઉમેશભાઈ તથા તેમના ભાઈ જગદીશને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. ભાલ વધુ તપાસ કરી રહ્યા છે.






































