અમરેલી જિલ્લાના જાળિયા ગામના સોલંકી પરિવારે દેહદાન થકી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સ્વ. રાણીબેન સોલંકીના દેહદાન બાદ ૧૧ મહિનાના સમયગાળામાં તેમના પતિ સ્વ. ચકાભાઈ માણસુરભાઈ સોલંકી (ઉં.વ.૯૨)નું દુઃખદ અવસાન થતાં પરિવારે તેમનું પણ દેહદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. સ્વ. ચકાભાઈના પાર્થિવ દેહનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરવામાં આવ્યું હતું. દેહદાનથી તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના સમજવામાં અને સંશોધન કરવામાં મદદ મળે છે. પતિ-પત્ની બંનેના દેહદાન થકી સોલંકી પરિવારે સમાજને માનવસેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. મૃત્યુ બાદ પણ માનવજાતની સેવા કરી શકાય છે તે આ પરિવારે પોતાના કાર્યથી સાબિત કરી બતાવ્યું છે.


































