લાઠીમાંથી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. વિપુલભાઈ રવજીભાઈ સાથળીયા (ઉં.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી દીપાબેન વિપુલભાઈ સાથળીયા (ઉં.વ.૧૯) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.

































