પાણીયાથી બગસરા તરફ જતા રોડ ઉપર ખારી નદીના પુલથી આગળ વળાંકમાં ફોર વ્હીલ ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં ચાલકનું મોત થયું હતું. બનાવ અંગે પાણીયા ગામના મનસુખભાઈ કાનજીભાઈ દેસાઈ (ઉં.વ. ૬૪)એ GJ ૦૧ RY ૫૭૦૪ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના ભાઈ મરણ જનાર બાલુભાઈ કાનજીભાઈ દેસાઈ (ઉં.વ.૭૪) તેમની મોટરસાયકલ લઈને પાણીયાથી બગસરા જતા હતા. આ દરમિયાન ખારી નદીના પુલથી આગળ વળાંકમાં ફોર વ્હીલ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, બેફિકરાઈથી અને ગફલતભરી રીતે, માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી તેમના ભાઈની મોટરસાયકલ સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા (હેમરેજ) તેમજ બેઠકના ભાગે મૂઢ ઈજા પહોંચાડી, મોત નીપજાવી ચાલક નાસી ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.
જે. કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.