અમરેલીમાંથી દેવભૂમિ દેવળિયાના યુવકની બાઈક ચોરાઈ હતી. આ અંગે જિજ્ઞેશભાઈ અમરશીભાઈ માધડે (ઉં.વ. ૩૦) અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આસ્થા હોસ્પિટલની બાજુમાંથી તેમના સ્પ્લેન્ડર પ્લસ બાઈકની ચોરી થઈ હતી, જેની પોલીસ ચોપડે કિંમત રૂ. ૭૦,૦૦૦ જાહેર થઈ છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.
































