આમ આદમી પાર્ટી, કુંકાવાવ-વડિયા તાલુકા દ્વારા મોંઘવારી અને બજારમાં વેચાતી નકલી તથા ડુપ્લિકેટ વસ્તુઓના મુદ્દે વડિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. તેમજ બજારમાં વેચાતી નકલી વસ્તુઓ સામે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ પ્રસંગે આપના અમરેલી જિલ્લા લોકસભા સીટના સંગઠન મંત્રી સુખાભાઈ વાળા, જિલ્લા પંચાયત સીટના પ્રમુખ દિલીપભાઈ શિંગાળા, તાલુકા પંચાયત સીટના પ્રમુખ ગોપાલભાઈ શિંગાળા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.































