ઉના તાલુકાના કાણકબરડા ગામે બાપા સીતારામ મઢુલીનો ૧૩મો પાટોત્સવ ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમસ્ત ગામ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના વડીલો, યુવાનો, બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાપા સીતારામનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પાટોત્સવના આયોજનને સફળ બનાવવા મઢુલીના સેવકગણ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જવાબદારી સંભાળી હતી. ગ્રામજનોના સહયોગથી ધાર્મિક કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગામમાં ભક્તિ અને શ્રધ્ધાનો માહોલ છવાયો હતો.

































