અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેસતા વર્ષની વહેલી સવારે ફટાકડાના સ્ટોલ અને લારીઓમાં આગ લાગવાની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરવાનગી વિના લારી અને સ્ટોલ ઊભા કરી ફટાકડાનું વેચાણ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. કમિશનરની સૂચના બાદ પૂર્વ ઝોનના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. સંબંધિત જવાબદાર સામે બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા તરફ જવાના રોડ પર ઉમા સ્કૂલની સામે બેસતા વર્ષની વહેલી સવારે ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ સ્થળે કાચા મંડપ ઊભા કરીને ફળ, ડ્રાયફ્રુટ, ચંપલ, ફૂલો અને ફટાકડા સહિતની વસ્તુઓના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટોલની આગળના ભાગમાં ફટાકડાના નાના સ્ટોલ અને લારીઓ પણ ઊભી રાખવામાં આવી હતી.ફટાકડાના સ્ટોલમાં આગ લાગ્યા બાદ આગ ધીમે ધીમે આસપાસના અન્ય સ્ટોલ સુધી ફેલાઈ હતી. આગના કારણે ફટાકડા ફૂટવા લાગતાં Âસ્થતિ વધુ ગંભીર બની હતી. આ ઘટનાને પગલે હવે મામલે એએમસી તંત્ર દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.પી. જાશીના જણાવ્યા અનુસાર, નિકોલ વિસ્તારમાં ફટાકડાની લારી અને સ્ટોલમાં લાગેલી આગની ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે ફટાકડાની લારીઓને કોઈપણ પ્રકારની ફાયર એનઓસી આપવામાં આવતી નથી. તેમ છતાં જા કોઈ વ્યÂક્ત જાહેર રોડ પર આવી રીતે ફટાકડાનું વેચાણ કરે અને તેના કારણે લોકોના જીવને જાખમ ઊભું થાય તો આવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે.હવે એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો અને જવાબદાર લોકો અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારબાદ બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.ઘટનાની શરૂઆત ફટાકડાના એક સ્ટોલમાંથી થઈ હતી. ત્યારબાદ આગ નજીકના અન્ય સ્ટોલ સુધી પહોંચી હતી. સ્ટોલમાં ફટાકડા સહિતની વિવિધ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાવાની સ્થિતિ સર્જાઈ હતી.આગ ફટાકડાના સ્ટોલમાંથી અન્ય સામાનના સ્ટોલ સુધી પહોંચતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે રોડ પરથી પસાર થઈ રહેલા લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.ફટાકડા ફૂટતા રોકેટ અને સ્કાય શોટ જેવા ફટાકડા રોડની આસપાસ તેમજ સામે આવેલી દુકાનો તરફ જવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નિકોલ, ગોમતીપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર વિભાગની ટીમોએ બંને તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાને કારણે આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર ટીમો દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી.




































