રાજુલા નજીક હિંડોળા ચોકડી પાસે ભેંસ આડી ઉતરતાં મોટરસાઇકલ સ્લીપ થતાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. બનાવમાં મહુવાના અજયભાઈ જીતુભાઈ લાડુમોરને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું,જ્યારે તેમના નવ વર્ષીય પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. પત્ની હિનાબેનનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જન રક્ષક ૧૧૨ ટીમના હેડ કોન્સ્ટેબલ નૈમિષકુમાર રાવલ અને
પાઇલટ નિઝામ સૈયદ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. ટેકનિકલ કારણોસર કેસ અસાઇન ન થયો હોવા છતાં પોલીસે માનવતા દાખવી બંને ઈજાગ્રસ્તોને ૧૧૨ વાનમાં રાજુલાની સમર્પણ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. પોલીસની આ કામગીરીને પરિવારજનોએ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો..









































