અમરેલીના દહીડા ગામે બીમારીથી કંટાળી એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે માધાભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ. ૬૦) એ જાહેર કર્યા મુજબ, અશોકભાઈ માધાભાઈ પરમાર (ઉ.વ. ૩૧) ને ઘણા સમયથી પેરાલિસિસ (લકવા) નો અસહ્ય દુખાવો થતો હતો. જેનાથી કંટાળીને તેમણે પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી લીધી હતી.