બાબરા માર્કેટ યાર્ડ પાસે રામાપીરના મંદિર પાછળથી દારૂની છ બોટલ ઝડપાઈ હતી. ઇમરાનભાઈ ઉર્ફે ઇમુ સુલેમાનભાઈ અગવાન (ઉં.વ. ૩૯) પાસેથી ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની છ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૭,૧૩૪નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.