અમરેલી શહેરના સાવરકુંડલા રોડ પર આવેલા વાલ્મિકી વાસ, ગજેરાપરા વિસ્તારમાં બે દિવસ પહેલા મોડી સાંજે એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રે અંદાજે આઠ વાગ્યાના સુમારે આગ લાગવાની આ ઘટના બની હતી, જેની જાણ તાત્કાલિક ટેલિફોનિક માધ્યમથી અમરેલી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર ઓફિસર એચ. સી. ગઢવીના નેતૃત્વમાં ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.કૃષ્ણભાઈ ઓળકિયા, રણજીતભાઈ સગર અને હર્ષભાઈ ચાવડા સહિતની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાને કારણે મકાન માલિકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે









































