લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામેથી એક યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. ૧૮ વર્ષીય યુવતી બપોરના સમયે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી.હરસુરપુર દેવળીયા ગામે રહેતા પ્રવીણભાઇ ભીખાભાઇ પંચારાની પુત્રી ક્રિષ્નાબેન ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ બપોરે આશરે એક વાગ્યે ઘરેથી ગામમાં ‘ગોલા’ ખાવા જવાનું કહીને નીકળી હતી. જોકે, મોડી સાંજ સુધી તે પરત ન ફરતા ચિંતાતુર પરિવારે ગ્રામજનો અને સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. યુવતી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોવાથી પિતાએ લાઠી પોલીસમાં જાણ કરી છે. હાલ હેડ કોન્સ્ટેબલ કે.એન.ગરૈયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































