ધોરાજી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નડિયાદથી પધારેલા પૂજ્ય જનમંગલ સ્વામીની દિવ્ય કથા વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જૂનાગઢ BAPS મંદિરના પૂજ્ય સેવામૂર્તિ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે. તેમણે કૌટુંબિક શાંતિ અને એકતા માટે ઘરસભા યોજવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતમાં ૩૦૦થી વધુ શ્લોકો મુખપાઠ કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સમાં સ્થાન મેળવનાર BAPSના બાલ વિદ્વાનોનું સ્વામીજીના હસ્તે પુષ્પહાર પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું.
આ કથાનો ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો.








































