નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. કેનાલ નજીકથી પસાર થઈ રહેલા રાહદારીઓની નજર મૃતદેહો પર પડતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બે યુવતીઓના મૃતદેહ કેનાલમાં જાવા મળતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો પણ સ્થળ પર પહોંચી હોવાનું જાણવા મળે છે.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને યુવતીઓના હાથ બાંધેલા હતા. જાકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. મૃતદેહોની ઓળખ અને તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.બંને યુવતીઓ કેનાલમાં કેવી રીતે પહોંચી અને ઘટનાના સંજાગો શું હતા તે અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.










































