વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીમાં મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તારીખ ૨૭ સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે ૪ઃ૪૫ થી ૭ઃ૦૦ કલાક દરમિયાન ચિતલ રોડ પર આવેલા સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલના અધ્યક્ષસ્થાને યોજાશે. આયોજકો દ્વારા અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો, મહિલાઓ તથા વડીલોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે. શિબિરમાં ભાગ લેવા માટે આપેલી લિંક દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ID કાર્ડ કે QR પાસ મેળવવો ફરજિયાત રહેશે.