લાઠી પંથકમાં સાંજના સમયે જારદાર વરસાદ પડતા સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે અચાનક વરસાદ વરસતા માર્ગો પર પાણી વહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘો મહેરબાન છે ત્યારે તા.૧૯ના રોજ લાઠી પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.