આજે (શુક્રવારે) સવારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર માર્યો ગયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના યુરેમ્બમમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે ગોળીબાર શરૂ થયો. ત્યારબાદ, જવાબી કાર્યવાહીમાં આતંકવાદી ઠાર માર્યો ગયો.એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી જૂથ સાથે જાડાયેલા એક તંકવાદીનું મોત થયું છે.” અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ, સુરક્ષા દળોએ પ્રતિબંધિત સંગઠનોના ઘણા તંકવાદીઓની પણ ધરપકડ કરી છે. આવા તત્વો સામે કાર્યવાહી લાંબા સમયથી ચાલુ છે. તાજેતરમાં, દિલ્હીમાં પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીના એક વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે મે ૨૦૨૩ માં ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાયો અને પહાડીઓમાં રહેતા કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારથી મણિપુરના સંવેદનશીલ વિસ્તારોમાં શોધ કામગીરી ચાલી રહી છે. મણિપુરમાં આ વંશીય હિંસામાં ઓછામાં ઓછા ૩૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪૯ હજુ પણ ગુમ છે. વધુમાં, હજારો લોકો બેઘર થયા છે. દરમિયાન, આ વર્ષે ફેબ્રુઆરીથી મણિપુરના પહાડી જિલ્લાઓમાં કુકી અને નાગા સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઉત્તરપૂર્વ મણિપુરમાં, મેઇતેઇ, મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા બિન-આદિવાસી બહુમતી સમુદાય, અને કુકી, મુખ્યત્વે પર્વતીય વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિ સમુદાય, જમીન અધિકારો, અનામત અને ઓળખ અંગે વંશીય સંઘર્ષમાં ફસાયેલા છે. આ સંઘર્ષ મે ૨૦૨૩ માં વ્યાપક હિંસામાં ફાટી નીકળ્યો. મેઇતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ યાદીમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યો છે. જા કે, કુકી લોકો આનો વિરોધ કરે છે, તેમને ડર છે કે આનાથી સરકારી નોકરીઓ, અનામત અને સંસાધનોના તેમના હિસ્સા પર અસર પડી શકે છે