મણિપુરના ચંદેલ જિલ્લામાં નકલી દારૂ પીવાથી ઓછામાં ઓછા ૧૩ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩૦૦ થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પોલીસે શનિવારે જણાવ્યું હતું.
દર્દીઓ મુખ્યત્વે ચકપીકારોંગ અને પહાડી જિલ્લાના આસપાસના વિસ્તારોના છે. તેમને ઇમ્ફાલની ઘણી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે – જેમાં જેએનઆઇએમએસ,આરઆઇએમએસ શિજા અને બાબીનાનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું, “શુક્રવારે રાત્રે ૯ વાગ્યા સુધીમાં તેર મૃત્યુ નોંધાયા છે, જ્યારે નકલી દારૂ પીવાથી શંકાસ્પદ મિથેનોલ ઝેર સાથે ૩૪૬ દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.”
મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે શિજા હોસ્પિટલ અને બાબીના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે
ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં સિંહે કહ્યું હતું કે, મેં લેમ્ફેલપાટમાં શિજા હો હોસ્પિટલ અને સાજીવામાં બાબીના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં, મેં ચંદેલ જિલ્લાના ચકપીક્રોંગ વિસ્તારમાં ઝેરી દારૂ પીધા બાદ સારવાર લઈ રહેલા લોકોની તબિયત વિશે પૂછપરછ કરી હતી.”
એક સત્તાવાર સૂચના અનુસાર, ચંદેલ જિલ્લા વહીવટીતંત્રે કટોકટીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. પરિÂસ્થતિ પર નજર રાખવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાર ઝડપી પ્રતિભાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે પૂરતી દવાઓ અને ઓક્સિજન પુરવઠાથી સજ્જ છે.
મુખ્યમંત્રીએ શુક્રવારે કહ્યું હતું કે, “શીજા હોસ્પિટલમાં ૧૪૦ થી વધુ દર્દીઓ અને બાબીના હોÂસ્પટલમાં ૪૧ થી વધુ દર્દીઓ દાખલ થયા છે. છેલ્લા ૪૮ કલાકમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો છે. ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે.”
તેમણે કહ્યું કે, જનરલ મેડિસિન નિષ્ણાતની આગેવાની હેઠળ એક તબીબી ટીમ ચંદેલ જિલ્લા માટે સારવાર અને રાહત કામગીરીને મજબૂત બનાવવા માટે જરૂરી દવાઓ સાથે રવાના થઈ છે. તેમણે વધુમાં કહ્યું, “સરકાર આ મામલાની તપાસ કરશે અને ગુનેગારોને સજા કરવામાં આવશે.”
શીજા હોસ્પિટલના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર ચેતન કે. એ પત્રકારોને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ચક્કર, પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ જાવા મળી છે. તેમણે ઉમેર્યું હતું કે, “કેટલાક દર્દીઓનું હિમોડાયલિસીસ પણ ચાલી રહ્યું છે.”
એક ડાક્ટરે કહ્યું, “હોસ્પિટલમાં દાખલ થયેલા ઘણા લોકોએ દેશી દારૂ પીધો હતો, અને તેઓ ડરથી હોસ્પિટલમાં આવ્યા હતા.” શિજા હોસ્પિટલે એ પણ અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં ૩૧૨ થી વધુ દર્દીઓને મિથેનોલ ઝેર માટે સારવાર આપવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે શંકાસ્પદ ઝેરી દારૂ કાકચિંગ જિલ્લાના સુગ્નુથી ખરીદવામાં આવ્યો હતો.
ચંદેલ મતવિસ્તારના ધારાસભ્ય એસ.એસ. ઓલિશે જણાવ્યું હતું કે વધુ દર્દીઓને ઇમ્ફાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે મુખ્યમંત્રીનું ધ્યાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, “મેં વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી યુમનમ ખેમચંદ સાથે વાત કરી હતી અને તેમને ચંદેલની પરિસ્થિતિ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેમણે તાત્કાલિક સંમતિ આપી અને દર્દીઓની પૂછપરછ કરવા માટે શિજા હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓ પછીથી બાબીના હોસ્પિટલની પણ મુલાકાત લેશે.” તેમણે વધુમાં કહ્યું, “વધુમાં, પાર્ટીના કાર્યકરો – ખાસ કરીને ચકપીકારોંગમાં – અથાક મહેનત કરી રહ્યા છે અને દર્દીઓને ઇમ્ફાલ લાવવા માટે વાહનોની વ્યવસ્થા કરી રહ્યા છે.”
બિષ્ણુપુર, સેનાપતિ, કાકચિંગ અને થોઉબલ જિલ્લા વહીવટીતંત્રે અલગ-અલગ જાહેર સલાહ જારી કરી છે, જેમાં લોકોને દારૂનું સેવન ટાળવા વિનંતી કરવામાં આવી છે. શંકાસ્પદ અથવા અપ્રમાણિત સ્ત્રોતોમાંથી સ્થાનિક રીતે ઉત્પાદિત દારૂ અથવા આલ્કોહોલ/માદક પીણાંનું સેવન કરવાનું ટાળો.







































