કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ ૨૦૨૮ ની વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે તેમની ઉંમરને કારણ ગણાવી. તેઓ તેમના સમર્થકો, પક્ષના નેતાઓ અને કાર્યકરોની માંગણીઓનો જવાબ આપી રહ્યા હતા કે તેમણે આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જાઈએ અને મેદાનમાં ઉતરવું જાઈએ.
મીડિયા સાથે વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યું, “આ ઉંમરે કોઈ શું કહી શકે? હું હવે ૮૦ વર્ષનો છું. તેથી જ મેં કહ્યું છે કે હું આગામી ચૂંટણી નહીં લડું.” તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે પોતાની વધતી ઉંમરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે રાજકારણ “ખૂબ ભ્રષ્ટ” થઈ ગયું છે.
જાકે, કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેઓ રાજકારણમાં સક્રિય રહેશે અને જાહેર દુઃખ અને કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર અવાજ ઉઠાવશે. કોંગ્રેસ હાઇકમાન્ડના આદેશ પર સિદ્ધારમૈયાએ ૨૮ મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, જેનાથી ડીકે શિવકુમાર માટે પદ સંભાળવાનો માર્ગ મોકળો થયો હતો.
તેમણે વિપક્ષી નેતાઓના એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે તેમને કોંગ્રેસ પાર્ટીમાં બાજુ પર રાખવામાં આવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના સંસ્મરણોના તાજેતરમાં વિમોચન પ્રસંગે તેમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “હું પુસ્તક વિમોચનમાં મોડો પહોંચ્યો હતો, તેથી હું પાંચમી હરોળમાં બેઠો હતો.”
દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યોમાંના એક, કર્ણાટક વિધાનસભામાં કુલ ૨૨૪ બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ રાજકીય પક્ષ અથવા ગઠબંધને ઓછામાં ઓછી ૧૧૩ બેઠકો જીતવી આવશ્યક છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ મે ૨૦૨૩ માં યોજાઈ હતી. વર્તમાન વિધાનસભા મુદત ૨૧ મે, ૨૦૨૮ સુધી ચાલે છે.
કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ મે ૨૦૨૮ સુધીમાં યોજાવાની શક્યતા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચોક્કસ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.








































