અમરેલી જિલ્લાના ફતેપુર ગામે આવેલ ભોજલધામ ખાતે તા. ૨૪ નવેમ્બર ૨૦૨૬, કાર્તિકી પૂનમ મંગળવારના રોજ પ્રથમ પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.૧૧ લાખનું દાન આપી આ મહોત્સવના અધ્યક્ષ જયંતિભાઈ વિરજીભાઈ બાબરીયા એકલેરાવાળા રહ્યા છે. સવારે ૮ કલાકે રક્તદાન કેમ્પ સાથે કાર્યક્રમ શરુ થશે, ત્યારબાદ ગ્રહ શાંતિ યજ્ઞ, ભોજન પ્રસાદ અને બપોરે ૪ઃ૪૫ કલાકે હસ્ત મેળાપ યોજાશે. રાત્રે ભજન સંતવાણીમાં તેજસભાઈ પટેલ, ભગવતીબેન ગૌસ્વામી, રેખાબેન વાળા સહિતના કલાકારો જમાવટ કરશે.દરેક દીકરીને ૧૩૭ વસ્તુઓનો કરિયાવર અપાશે, જેમાં ફ્રીજ, સોનાનું મંગળસુત્ર સહિતનો સામાન અપાશે સાથે ભોજલધામના ગેઈટનું લોકાર્પણ સવારે ૯ કલાકે થશે.સંતો મહંતો તથા રાજકીય આગેવાનો ની હાજરીમાં ઉજવાતા આ મહોત્સવમાં ધજારોહણ, ધર્મસભા અને દાતાઓના સન્માન પણ થશે. ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેન્દ્ર, અન્નક્ષેત્ર અને ગૌશાળા જેવી પ્રવૃતિઓ પણ ચાલે છે. ભક્તોને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ અપાયુ છે.