સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે અનેક તજજ્ઞ ડોક્ટર્સ ઉત્તમ પ્રકારની સારવારથી અનેક દર્દીઓને લાભાન્વીત કરી રહ્યા છે. આવા જ એક કેસમાં ૯૦ વર્ષની ઉંમરના મતીરાળા ગામનાં શંભુભાઈ શામજીભાઈ જીણજાને જાજરૂમાં લોહી પડવાની, મસા બહાર આવવાની અને અસહ્ય પીડાની ફરીયાદ સાથે આવ્યા હતા. તેમની ઉંમર, નબળું હૃદય વગેરેનાં લીધે સર્જરી કરવી થોડી કઠિન હતી. પરંતુ આ ગ્રેડ-૪ પાઇલ્સનું અત્યાધુનિક સ્ટેપ્લર પધ્ધતિથી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આ સર્જરીની ટીમમાં સર્જન ડો. ઉમંગ પટોળીયા, ડો. અમર, એનેસ્થેટીક તરીકે ડો. હસમુખ, ડો. કુલદીપ અને ર્નસિંગ સ્ટાફમાં શાંતાબેન મકવાણાએ પોતાની અમૂલ્ય સેવા આપેલ તેમ ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ મહેશ બોરડ ની યાદીમાં જણાવેલ છે.