ધારી તાલુકામાં દહિડા ગામથી મોરઝર ગામ સુધીના નવા રસ્તાના નિર્માણ કાર્યનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાથી દહિડા, મોરઝર સહિત આસપાસનાં ગામોના લોકોને અવરજવરમાં સરળતા રહેશે. ખાસ કરીને ખેડૂતોને ખેતપેદાશોની હેરફેર તેમજ રોજિંદા પરિવહનમાં મોટી સુવિધા મળશે. રસ્તાના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારના વિકાસને પણ વેગ મળશે.