વડિયા તાલુકાના નાજાપુર ગામમાં આગામી ઉનાળામાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે કૌશિક પાનસૂરિયાએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને લેખિત રજૂઆત કરી છે. ઓછા વરસાદને ધ્યાનમાં રાખી ગામના ડેમમાં સૌની યોજનાની પાણીની લાઇન મારફતે પાણી ભરવાની માંગ કરી છે. અત્યારથી પાણીનો સંગ્રહ થાય તો ચોમાસા સુધી ગ્રામજનોને રાહત મળી શકે તેમ છે. આ અંગે સંબંધિત વિભાગમાં વહેલી તકે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.