બજરંગ ગ્રુપ દ્વારા આયોજિત બજરંગ ગ્રુપકા રાજા ગણેશ ઉત્સવ અંતર્ગત ધારી નગરપાલિકા વિસ્તારની દરેક પ્રાથમિક શાળાના બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજનનો સંપૂર્ણ ખર્ચ મુંબઈ સ્થિત દાતા જીતુભાઈ કાળુભાઈ ધકાણ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ધારી તથા આસપાસના વિસ્તારની પ્રાથમિક શાળાઓના ૨૦૦૦થી વધુ બાળકોએ બટુક ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સફળ આયોજન માટે બજરંગ ગ્રુપના તમામ સભ્યોએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી.










































