ખાંભાના ઓઢાબાપુનું સમઢીયાળા ગામે દારૂની બાતમી આપ્યાના મનદુઃખમાં સામસામી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. મહીપતભાઈ ભાણકુભાઈ વાળા (ઉં.વ.૩૭)એ હાર્દિકભાઈ મધુભાઈ ખુમાણ, નાગરાજભાઈ મધુભાઈ ખુમાણ અને ઉદયભાઈ બીશુભાઈ ધાંધલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, હાર્દિકભાઈ ખુમાણના ઘરે આજથી આશરે પાંચેક મહિના પહેલાં ઈંગ્લિશ દારૂની રેડ પડી હતી. તે રેડની બાતમી તેમણે પોલીસને આપી છે તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂઢ માર મારી, જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપી હતી. તેમજ છૂટા પથ્થરનો ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ હાર્દિકભાઈ મધુભાઈ ખુમાણ (ઉં.વ.૨૪)એ મહીપતભાઈ ભાણકુભાઈ વાળા
(ઉં.વ.૩૭) સામે નોંધાવેલી સામી ફરિયાદ પ્રમાણે, તેઓ ઘરેથી જમીને ગામમાં માવો લેવા માટે જતા હતા ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો.
ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ધાંધલ વધુ તપાસ કરી રહ્યા છે.







































