સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી પ્રક્રિયામાં બેંકના ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, વાઈસ ચેરમેન તરીકે રૂપલબેન ત્રિવેદી તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગૌતમ સાવજની બિનહરીફ વરણી થઈ હતી.હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં કાર્યકરો, આગેવાનો તથા બેંક સાથે જોડાયેલા સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
નવી ટીમને બેંકના વિકાસ, ગ્રાહકોને વધુ સારી બેંકિંગ સેવાઓ અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા સ્થિત અટલધારા કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારો તથા ઉમેદવારોનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવી જવાબદારી સંભાળનાર હોદ્દેદારોને અભિનંદન પાઠવી આગામી સમયમાં બેંક વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.










































