સાવરકુંડલા શહેરની વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ‘સેવા અને સમર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તથા સમૂહ સફાઈ અભિયાન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. એનએસએસ વિભાગ દ્વારા કેમ્પસમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડાના સંકલન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. અંતે અલ્પાહારનું વિતરણ કરાયું હતું.