રાજુલાના સમઢીયાળા-૦૧ ગામેથી બે મહિલા સહિત ૧૦ જુગારી ઝડપાયા હતા. પોલીસે રૂ. ૨૦,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સંજયભાઇ સામતભાઇ જાદવ, રાજુભાઇ રવજીભાઇ ગુજરીયા, આતુભાઇ ચિથરભાઇ જાદવ, અશોકભાઇ આતુભાઇ બાંભણીયા, લખમણભાઇ ભુપતભાઇ મેર, ભરતભાઇ નાનજીભાઇ બારૈયા, મગનભાઇ રામભાઇ બારૈયા, કેશુભાઇ બાલુભાઇ શિયાળ તથા બે મહિલાઓ પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૨૦,૩૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.