ધારીના ગીગાસણ ગામની સીમમાંથી ૨૬૫ મીટર કેબલ વાયરની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. મેઘજીભાઈ કમાભાઈ વાઘેલા (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,તેમની તથા સાહેદની વાડીએથી પાણીની મોટરનો ઈલેક્ટ્રિક કેબલ વાયર – ૨૬૫ મીટરની અજાણ્યો ચોર ઇસમ કરી ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ ચોપડે કિંમત રૂ. ૨૬, ૫૦૦ જાહેર થઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.