ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે, યજમાન કેપ્ટન ટોમ લેથમે બેટથી ઈતિહાસ રચ્યો. વેલિંગ્ટનમાં પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહેલા લેથમે ક્રાઈસ્ટચર્ચમાં પહેલી ઇનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારીને ન્યુઝીલેન્ડના બે સૌથી મોટા સ્ટાર, કેન વિલિયમસન અને બ્રેન્ડન મેક્કુલમના રેકોર્ડ તોડી નાખ્યા.
ટોમ લાથમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ સંદર્ભમાં નિવૃત્ત ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે. વિલિયમસને ૩૨ ઉ્‌ઝ્ર મેચોમાં ૫૮ ઇનિંગ્સમાં ૫૮.૧૭ ની સરેરાશથી ૩,૦૨૫ રન (૧૧ સદી, ૭ અડધી સદી) બનાવ્યા છે. લેથમે હવે ૮૬ ઇનિંગ્સમાં ૩૬.૧૬ ની સરેરાશથી ૩,૦૩૮ રન સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પહેલી ઈનિંગમાં લેથમ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. જાકે, જ્યારે તે ૨૯ રને હતો ત્યારે ભારતીય ફિલ્ડર કેએલ રાહુલે કેચ છોડી દીધો. લેથમે આ લાઈફલાઈનનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ૧૨૮ બોલમાં ૫૯ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી, જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની ૩૨મી અડધી સદી હતી અને ભારત સામે તેની નવમી ઈનિંગ હતી. તેણે, તેના ઓપનિંગ પાર્ટનર ડેવોન કોનવે સાથે, કિવી ટીમને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે ૭૭ રનની ભાગીદારી કરી. અંતે, ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે લેથમને આઉટ કર્યો.
આ અડધી સદીની ઈનિંગ દરમિયાન, ટોમ લેથમે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. તેણે હવે ટેસ્ટ ક્રિકેટમાં ૩૮.૭૪ ની સરેરાશથી ૬,૫૦૯ રન બનાવ્યા છે, જેનાથી તે ન્યૂઝીલેન્ડના સર્વકાલીન ટેસ્ટ રન-સ્કોરર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે ભૂતપૂર્વ આક્રમક કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડી દીધો, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ૬,૪૫૩ રન બનાવ્યા હતા. કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ રન (૯,૫૧૫ રન)નો રેકોર્ડ ધરાવે છે.