અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (પીસી-પીએનડીટી)ની બેઠક તા. ૨૬ નવેમ્બરના રોજ ચેરમેન ડો. ગજેરાના
અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ગત કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓને મંજૂર કરવામાં આવી હતી. જિલ્લામાં જાતિ પ્રમાણની સમીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં સકારાત્મક સુધારો જોવા
મળ્યો હતો. જોકે, ઓછો જાતિ રેશિયો ધરાવતા તાલુકાઓમાં દીકરીઓની સંખ્યા વધારવા જનજાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચના અપાઈ હતી.
આવા વિસ્તારોમાં સ્ટિંગ અને ડિકોય ઓપરેશન હાથ ધરવા તેમજ જિલ્લાના તમામ ક્લિનિકનું
૧૦૦ ટકા વેરિફિકેશન કરવા તાલુકા હેલ્થ ઓફિસરોને તાકીદ કરાઈ હતી.