ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે રાજ્યના તમામ ૮૦ લોકસભા સાંસદોને પ્રસ્તાવિત સીમાંકન બિલને સમર્થન આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે આનાથી ૨૦૨૯ની ચૂંટણીથી સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થશે.
બલરામપુર જિલ્લાના તુલસીપુરમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રસ્તાવિત કાયદાને મંજૂરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યા વધારવામાં અને મહિલાઓ માટે વધુ સારું રાજકીય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું, “અમે આભારી છીએ કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સંસદે ‘નારી શÂક્ત વંદન કાયદો’ પસાર કરી દીધો છે. ૨૦૨૯ માં તેના અમલીકરણ માટે કેબિનેટ દ્વારા માર્ગ મોકળો કરવાથી ખાતરી થાય છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થશે. આ મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો માર્ગ મોકળો કરશે.” સીમાંકન અંગે દક્ષિણ રાજ્યોની ચિંતાઓને સંબોધતા, મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત પ્રક્રિયા ૨૦૧૧ ની વસ્તી ગણતરી પર આધારિત હશે અને રાજ્યોમાં બેઠકોની હાલની સંખ્યા તેમના વર્તમાન ગુણોત્તર પર રહેશે.