અમરેલીના એક વેપારીને APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી હતી, જેમાં વેપારીના ખાતામાંથી રૂ. ૯૮,૦૦૦ ઉપડી ગયા હતા.બનાવ અંગે વિજયભાઈ પોલાભાઈ ખાતરા (ઉં.વ.૪૮)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોબાઈલમાં ‘ઈ-ચલણ’ નામની APK ફાઈલ આવતાં તેમણે તે ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ આરોપીએ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અપ્રમાણિકતાથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન
કરીને ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ રૂ. ૯૮,૦૦૦ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. વાય. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.