રાજુલા શહેરમાં ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહના આયોજન નિમિત્તે આવેલા ગૌસ્વામી ૧૦૮ આહિતાગ્નિ પુરુષોત્તમ લાલજી મહારાજ (રાજુ બાવા)એ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી સહિત હવેલીના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાવાશ્રીએ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી નિઃશુલ્ક સારવાર, રહેવા-જમવાની વ્યવસ્થા અને સ્વચ્છતા નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી સ્વચ્છતા અને નિઃશુલ્ક સારવાર ભાગ્યે જ જોવા મળે છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફની સેવાકીય કામગીરીને અભિનંદન આપી આશીર્વાદ પાઠવ્યા હતા.